ધોળકા: ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં દ્વારકાપુરી સોસાયટીમાં નવચંડી યજ્ઞ યોજાયો
તા. 25/09/2025, ગુરૂવારે સાંજે 5 વાગે ધોળકા ખાતે કલિકુંડ વિસ્તારમાં સરોડા રોડ ઉપર આવેલી દ્વારકાપુરી સોસાયટીમાં આવેલ શ્રી લાલબાઈ ફુલબાઈ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકાપુરી સોસાયટીના શ્રદ્ધાલુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.