નવસારી મહાનગરપાલિકા દ્વારા માહિતી મળી હતી કે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં પ્રાઇવેટ પ્લોટ માં ગેરકાયદેસર ભંગારનો જથ્થો મૂકવામાં આવ્યો હતો. જેને લઇને નવસારી મહાનગરપાલિકાને જાણ થતા મહાનગરપાલિકા ની ટીમ ઉપર પહોંચી હતી અને 8000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણકે નિયમ મુજબ તેણે કોઈપણ જાતનું નિયમનું પાલન કર્યું હતું નહીં.