26 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી દુબઈ ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત એશિયા પેસિફિક સિટી સમિટ અને મેયર્સ ફોરમમાં ભારત તરફથી સુરત મેયર દક્ષેશ માવાની દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. વૈશ્વિક પ્લેટફોર્મ શહેરી વિકાસના પડકારો અને નવીન ઉકેલો માટે વિશ્વભરના મેયરો, નેતાઓ, સરકારી અધિકારીઓ અને બિઝનેસ પ્રોફેશનલ સહિત શહેરી વિકાસના નિષ્ણાંતો પણ આ સમિટમાં જોડાયા હતા. દુબઈના સીટી લીડર્સ ફોરમમાં દક્ષેશ માવાણીએ સીટી લીડર્સ ની ભૂમિકા ભજવી હતી.