આણંદ: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કરમસદ વિસ્તારમાં સવારે સાત વાગ્યાથી 1:00 વાગ્યા સુધી ઇલેક્ટ્રીક સપ્લાય બંધ રાખવામાં આવ્યો
Anand, Anand | Dec 21, 2025 કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કરમસદ દ્વારા આજે સવારે 7:00 થી 01:00 વાગ્યા સુધી કરમસદ વિસ્તારમાં આવેલા રામદેવપીર ફીડરમાં સમારકામ કરવાનું હોવાથી ઇલેક્ટ્રીક સપ્લાય કરમસદ ગામ માટે બંધ કરવામાં આવ્યો હતો કરમસદ ગામના રામદેવપીર ફીડર ગાના રોડ તેમજ મૃત્યુંજય મહાદેવ પાછળના રોડ ઉપર મેન્ટેનન્સની કામગીરી આજે વહેલી સવારે આઠ વાગ્યાથી જ હાથ ધરવામાં આવી હતી જેને લઈને આજે રવિવારે ગ્રામજનોએ લાઈટ વગર રહેવાનો વારો આવ્યો