ભુજ: ભુજ,અંજાર અને લખપત ટીડીઓની બદલી કરાઈ
Bhuj, Kutch | Sep 23, 2025 ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 27 બદલીના ઓર્ડર કર્યા હતા, જેમાં ભુજ તાલુકા વિકાસ અધિકારી સંજય ઉપલાણાને પાટડી મૂકાયાના હેવાલ છે. ભુજ તાલુકા વિકાસ અધિકારીને સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા/પાટડી મૂકાયા હતા તો અંજાર તાલુકા વિકાસ અધિકારી પાયલબેન બી. ચૌધરીને વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલવામાં આવ્યા છે. એમની જગ્યાએ બોરસદથી ભાવેશ રમેશ પટેલ મૂકાયા છે. લખપત ટીડીઓ લક્ષ્મીબેન ઠાકોરને પાટણ મૂકાયા છે. જિલ્લા ગ્રામ વિકાસ