આજે તારીખ 13/12/2025 શનિવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં સિંગવડ તાલુકાના મછેલાઈ ગામ પંચાયત ખાતે SBM (સ્વચ્છ ભારત મિશન) ટીમે નવા મંજૂર થયેલા અને સામૂહિક કંપોઝીટની ચાલુકામ સાઈટનું નિરીક્ષણ કર્યું.મુલાકાત દરમિયાન ટીમે કાર્યસ્થળની તમામ સુવિધાઓ, કામની પ્રગતિ અને કામગીરીની ગુણવત્તાનું વિગતવાર નિરીક્ષણ કર્યું.ટીમે કામમાં સકારાત્મક પ્રગતિ થતી જોવા મેળવી, સાથે જ કામકાજમાં કોઈ પણ સમસ્યા, વિલંબ અથવા નિષ્ફળતાના મુદ્દાઓને ઉકેલવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.