માલપુર: માલપુરમાં વાતાવરણમાં પલટો, મગફળી અને મકાઈના પાકને મળ્યું જીવંત દાન.
માલપુર પંથકમાં આજરોજ એકાએક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સજ્જનપુરા,ધીરાખાંટના મુવાડા અને ગલિયાદાંતી જેવા ગામોમાં પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં હતા અને પાક સુકાઈ રહ્યો હતો,ત્યારે આ વરસાદ ધરતીપુત્રો માટે 'કાચું સોનું' સાબિત થયો છે.વરસાદને કારણે ખેતરોમાં ઉભેલા મગફળી,સોયાબીન,મકાઈ સહિતના સુકાઈ રહેલા પાકને નવું જીવન મળ્યું છે. આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે.