અડાજણ પોલીસે છેતરપિંડી કેસમાં પાંચ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે.પોલીસે રવિવારે સાંજે આઠ કલાકે આપેલી માહિતી મુજબ,વર્ષ 2021 માં અડાજણ પોલીસ ચોપડે છેતરપિંડી નો ગુનો નોંધાયો હતો.જે ગુન્હામાં આરોપી જિતેન્દ્રકુમાર મયેકર ફરાર હતો.આરોપીએ અલગ અલગ લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન અપાવવાના નામે રૂપિયા પડાવ્યા હતા.જેનો ભોગ બનેલા લોકોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.જે આરોપીને મોટા ભાગળ થી ઝડપી પડાયો હતો.