સાવરકુંડલા તાલુકાના ત્રણ મુખ્ય રસ્તાઓના રીસર્ફેસિંગ માટે ગુજરાત સરકાર તરફથી રૂ. 4 કરોડ 60 લાખની મંજૂરી આપવામાં આવી છે. આ મહત્વપૂર્ણ વિકાસકાર્ય માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. આ પગલાથી તાલુકામાં માર્ગ સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે અને લોકોના દૈનિક જીવનમાં સરળતા આવશે.