વિસાવદર: વિસાવદર તાલુકાના જેતલવડ ગામે ખેડૂત ના ટેકટર ઉપર વીજળી પડતા ટ્રેક્ટર સળગ્યું
વહેલી સવારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ હતો તે દરમિયાન જેતલવડ ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેક્ટર ઉપર વીજળી પડી હતી વીજળી પડતા ટ્રેક્ટર સળગી ઊઠયું હતું ત્યાં રહેલ ખેડૂતો અને સ્થાનિક લોકોએ આગ બુજાવી હતી સદનસીબે મોટી જાનહાની ટળી હતી