આજે તારીખ 20/12/2025 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે આજરોજ સિંગવડ તાલુકામાં બે અલગ-અલગ ગ્રામ્ય માર્ગ વિકાસ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા.સિંગવડ તાલુકાના અગારા ગામે હાંડી અગારા તારમી રસ્તાથી વલમભાઈ માનસીંગ ભાભોરના ઘર સુધીના ડામર રોડનું ગ્રામજનોની ગરિમામય ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમજ સિંગવડના ચાચકપુર ગામે અગારા રોડથી દલસિંગપુનાના ઘર સુધીના ડામર રોડનું પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું.