રાપર: ગોવિંદપર ગામે પતિ સાથે વિડિઓ કોલમાં વાત કરી રહેલ ભાભીને દેવરે ધોકા વડે માર માર્યો
Rapar, Kutch | Mar 9, 2026 રાપરના ગોવિંદપર ગામે દિયરે પોતાની ભાભી સાથે ઝઘડો કરી પાવડાનાં હાથા વડે હુમલો કરી ભાભીને માર માર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી છે.ફરિયાદીએ પતિના મોબાઈલ ફોન પર વિડીયો કોલ કર્યો હતો. જેમાં ફરિયાદી તેમના પતિ સાથે વિડીયો કોલમાં વાત કરતા હતા. ત્યારે તેમનો આરોપી દિયર બાબુ બેચરાભાઈ પટેલ ત્યાં આવી ફરિયાદીને અચાનક ગાળો બોલવા લાગ્યો હતો અને તુ કેમ ઊંચા અવાજે ફોન પર વાત કરે છે મને ડિસ્ટર્બ થાય છે તેમ કહી ઉશ્કેરાયા હતા