પાંડેસરામાં ખાનગી હોસ્પિટલના તબીબ પર દર્દીના સગા દ્વારા હુમલાનો મામલો,પોલીસે હુમલાખોર વાલીની કરી ધરપકડ
Majura, Surat | Sep 15, 2025 પાંડેસરા માં ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલના આસિસ્ટન્ટ તબીબ મનોજ પ્રજાપતિ પર દર્દીના સગા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઉંદર મારવાની દવા ખાઈ ગયેલા બાળકની સારવાર માટે આવેલા વાલીએ તબીબ ઉપર અપશબ્દો બોલવાનો આરોપ મૂકી અચાનક હુમલો કરી દીધો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.તબીબની ફરિયાદના પગલે પાંડેસરા પોલીસે તપાસ આરંભવી હતી. જે બાદ સોમવારના રોજ સાંજે પાંચ કલાકે આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પોતે કરેલી ભૂલ સ્વીકારી હતી.