કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં 75 વર્ષના બાવનજીભાઈ કનેરીયાના અવસાનથી શોકનું વાતાવરણ છવાયું છે. પરંતુ તેમના અંતિમ સંસ્કારમાં પાંચ દીકરીઓએ મળીને પિતાને કાંધ આપી એક અનોખો અને પ્રેરણાદાયી દાખલો પૂરું પાડ્યો છે—કે દીકરી પણ દીકરા સમાન જ હોય છે.બાવનજીભાઈને સંતાનરૂપે માત્ર પાંચ દીકરીઓ જ હતી. પિતાની અંતિમ ઈચ્છા મુજબ હિંદુ શાસ્ત્રોક્ત વિધિથી અંત્યેષ્ટિ કરવા દીકરીઓએ દીકરાની તમામ ફરજો નિભાવી.