વડોદરા: ચોરીના કેસમાં 11 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે 18 કલાકની વોચ બાદ મહારાષ્ટ્રમાંથી દબોચ્યો
વડોદરા : ફતેગંજ પોલીસ મથક ખાતે નોંધાયેલા ચોરીના ગુનામાં આરોપી સચિન ગાયગવળે ગુનો રજીસ્ટર થયા બાદ ફરાર થઈ ગયો હતો.તે વખતે મહારાષ્ટ્ર રાજ્યના સાંગલી ખાતેના તેના સરનામે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મળી આવ્યો ન હતો. દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા આ આરોપી મહારાષ્ટ્રના કલ્યાણ ખાતે મકાન રાખી આશ્રય લઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચને ટીમે પહોંચી 18 કલાકની વોચ બાદ તેને ઝડપી પાડી વડોદરા લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.