ચોટીલા: ચોટીલામાં પ્રાંત કચેરી ખાતે સામૂહિક ગાન સાથે સ્વદેશીના શપથ લેવાયા 'વંદે માતરમ્'ના 150 વર્ષ પૂર્ણ
ચોટીલા પ્રાંત કચેરી ખાતે રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કચેરીના તમામ સ્ટાફે ભાગ લીધો હતો.સવારે 9:30 કલાકે સમૂહમાં 'વંદે માતરમ્' રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, ઉપસ્થિત સૌને સ્વદેશી શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ શપથ અંતર્ગત, ભારતમાતાની સેવા અને સન્માન માટે રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્