ધ્રાંગધ્રા શહેરના મુસ્લિમ સમાજના સાત નાનકડા ફૂલ જેવા બાળકો મહોમ્મદ નાહીદ નિઝામભાઈ, અયાન રમીજભાઈ માયક,અલીજા ઇલ્યાસભાઈ ઘાંચી,મિસબા સોહીલભાઈ મુલતાની, સૈફાન સાબીરભાઈ મુલતાની,આયસા આરીફભાઇ મંડલી,અબાન એનીભાઇ ગોરી, રોજા રાખીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ નાનાં બાળકોએ ઉનાળાની તીવ્ર ગરમી હોવા છતાં સંપૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાભાવે રોજા રાખ્યા. પરિવારજનોના જણાવ્યા મુજબ, સાત બાળકો પોતે સ્વઇચ્છાએ રોજા રાખવા પ્રેરાયા હતા અને ઇબાદતમાં રસ દાખવી રહ્યા છે.