લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નવા બંદર રોડ વિસ્તારમાંથી જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Dec 3, 2025
ભાવનગર એલસીબીએ નવા બંદર વિસ્તારના સ્મશાન પાછળ ખુલ્લા ખારમાં ચાલી રહેલા ગંજીપત્તાના હાથકાંપના જુગાર પર રેઇડ કરી ૪ ઇસમોને ઝડપી પાડ્યા છે, જ્યારે ૪ શખ્સ ફરાર છે. કાર્યવાહી દરમિયાન કુલ રૂ. ૩૬,૩૧૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જેમાં રોકડ રૂ. ૧૧,૩૧૦/-, ગંજીપત્તાના પાના, મોબાઇલ ફોન તથા એક મોટરસાયકલનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો.