રાધનપુર: સરસ્વતી નગર સોસાયટીના મહિલાની ગટરમાં પડી જતા મોત
રાધનપુર શહેરની સરસ્વતી નગર સોસાયટી નજીક ખુલ્લી ગટરમાં પડી જતા નર્મદા બેન પ્રજાપતિ નામના મહિલાનું મોત નીપજ્યું હતું.ગત દિવસે અંધારામાં તેઓ ગટરમાં પડી જતા મહિલા ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા જેમાં તેમનું મોત નીપજ્યું હતું.ખુલ્લી ગટરને કારણે મહિલાનું મોત નિપજતા શહેરીજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.