ગાંધીધામ મહાનગરપાલિકા અને ઈન્નર વ્હીલ કલબ દ્વારા તારીખ 10/01/2026 ને શનિવારના ગાંધીધામ મસ્તી સ્ટ્રીટ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નગરજનો સ્કૂલ ના બાળકો તથા સિનિયર સિટીજનોએ ભાગ લીધો હતો.અને બાણપણની યાદો તાજી કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગના હેડ મોહન આહિર અને ઈન્નર વ્હીલ કલબના પ્રમુખ દિપ્તીબેન અને એમની ટીમે સેવાઓ આપી હતી.તેમ મહાનગરપાલિકા ની યાદીમાં જણાવાયુ છે.