સુરત: સોના અને ચાંદીના આસમાને પહોંચેલા ભાવને પગલે તસ્કરો હવે ઘરફોડ ચોરી તરફ વળ્યા છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવતા ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં તરખાટ મચાવતી આંતરરાજ્ય ગેંગના બે રીઢા ગુનેગારોને દબોચી લીધા છે. આ ગેંગ ખાસ કરીને ‘ZANGI’ એપનો ઉપયોગ કરી પોલીસને થાપ આપતી હતી.આ ગેંગની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાતિર હતી. તેઓ લક્ઝુરિયસ કાર ભાડે રાખી શહેરના પોશ વિસ્તારોમાં ફરતા અને બંધ મકાનોની રેકી કરતા હતા.