નીલમબાગ પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર ST બસ સ્ટેન્ડ નજીકથી એક વ્યક્તિનો મોબાઈલ ચોરાયો હતો. જે મોબાઈલ ચોરી અંગે નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી પાનવાડી ખાતે રહેતા ઈસમને ચોરાઉ મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.