ઝગડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવતા ગામોમાં શુક્રવારે વહેલી સવારે ડી.જી.વી.સી.એલ.વિજિલન્સ વિભાગની 12 ટીમોએ આકસ્મિક દરોડા પાડીને 10 લાખ ઉપરાંતની વિજચોરી ઝડપી પાડી હતી. શુક્રવારના રોજ વહેલી સવારે શિયાળાની ઋતુમાં લોકો મીઠી નિંદરમાં હતા ત્યારે ડી.જી.વી.સી.એલ.વિજિલન્સ વિભાગની 12 ટીમો ત્રાટકી હતી અને વિવિધ ગામોના વીજ જોડાણોની જિણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં રાજપારડી, વણાંકપોર,તરસાલી,ભાલોદ, વિગેરે ગામોમાં વિજચોરી કરતા 18 જેટલા ગ્રાહકો પકડાયા હતા.