હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના રંગભવન ખાતે પોષણ ઉત્સવ 2025 કાર્યક્રમ યોજાયો
Patan City, Patan | Sep 16, 2025
આઈ.સી.ડી.એસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મીલેટ (શ્રી અન્ન)માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર અને પ્રાંત અધિકારીશ્રી હિરેન ચૌહાણની ગરિમામય ઉપસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના રંગભવન હોલ ખાતે યોજાઈ હતી.જે અંતર્ગત ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓની પાટણ અને સરસ્વતી તાલુકાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી.