વધુ એક સ્ટંટબાજે પોતાની હદ વટાવી છે. એક યુવકે ગોત્રી પ્રિયા સિનેમા પાસે ખેલ કર્યો હતો. આ યુવકે ચાલુ કારની ઉપર બેસી સ્ટંટ કર્યો હતો.અને ફેમસ થવાની ઘેલછામાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.આટલેથી ન અટકતા કાર ચાલકે પણ વાંકીચૂકી કાર ચલાવી સ્ટંટ કર્યા હતા. અને પોતાની સાથેસાથે અન્ય લોકોના પણ જીવ જોખમમાં મુક્યા હતા.ત્યારે અન્ય વાહનચાલકે યુવકની કરતૂતનો વિડિયો બનાવ્યો હતો અને ત્યાર બાદ તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરી પોલીસનું ધ્યાન દોર્યું હતું.