વડોદરા: ગૃહરાજ્ય મંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આઈટીઆઈના દિવ્યાંગ આચાર્ય ઢળી પડ્યા,સારવાર દરમિયાન મોત
વડોદરા : શ્રમ,કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહ નિમિતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન આજવારોડ ખાતે આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તરસાલી આઈટીઆઈના દિવ્યાંગ આચાર્ય તેજસ દરજી અચાનક ઢળી પડ્યા હતા.તાત્કાલિક 108 બોલાવી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે ફરજ પરના તબીબોએ તેમને મરણ જાહેર કર્યા હતા.બનાવને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.