ભાચરવા નજીક ડીસા-ગુંદરી હાઈવે પર ગત તા.૩૧-૧૦-૨૦૨૫ના રોજ સાંજના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારના ચાલકે ટ્રકને ઓવરટેક કરવા જતાં સામેથી આવતા મોટર સાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શરૂઆતમાં ઈકો ચાલકે તાત્કાલિક સારવારમાં મદદ કરી હોવાથી અને પરિવાર શોકમાં હોવાથી ફરિયાદ નોંધાવી નહોતી. આજે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી...