સાયલા: સાયલાના ગોસળ ગામના બોર્ડ પાસે આવેલા યુપી બિહાર દરભંગા હોટેલમાંથી સંગ્રહ કરેલું ગેરકાયદે ૨૧૫ લિટર ડીઝલ પોલીસે કબજે કર્યું
સાયલા તાલુકાના ગોસળ ગામના બોર્ડ પાસે આવેલી યુપી બિહાર દરભંગા હોટેલના સંચાલક રાજેશ સબીભાઈ છે (રહેલીમડી.તા.,બોરી, - -જિ, દરભંગા, બિહાર)પોતાની હોટલમાં ડીઝલનો જથ્થો રાખીને વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે રેડ કરતા હોટેલના સંકુલમાં આવેલા શૌચાલયના ઉપરના ભાગમાંથી સંગ્રહ કરેલા ૨૧૫ લિટર ડી ઝ લ નો ૧૯ ૩૫૦ ની કિંમતનો જથ્થો કબજે કર્યો હતો. ડીઝલના કેન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હોટલ સંચાલકને ઝડપીને પોલીસે કાર્યવાહી સાયલા પોલીસે હાથ ધરી