આહવા ના આંબેડકર હોલ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિ સતામણી અધિનિયમ અંતર્ગત કાયદાકીય કાર્ય શિબિર યોજાઈ
આહવા આંબેડકર હોલ ખાતે આજે 11:00 કલાકે મહિલાઓની જાતિ સતામણી,અધિનિયમ અંતર્ગત કાયદાકીય કાર્ય શિબિર મહિલા અને અધિકારી આર.એ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી PPT દ્વારા કાયદાકીય સમજ આપવામાં આવી,તેમજ જે તે કચેરી/સંસ્થા, આંતરિક સમિતી, જિલ્લા કક્ષાની સ્થાનિક સમિતિમાં ફરિયાદ કેવી રીતે કરવી,અને ઓનલાઈન ફરિયાદ કરવા,She Box ની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 150 મહિલાઓએ ભાગ લીધો હતો.