મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો)ની બેઠક કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ગ્રામ્ય પાણી પૂરવઠા યોજના, પાણી વેરા વસુલાત પ્રોત્સાહન યોજના,પાણી ગુણવત્તા ચકાસણી અને ટેસ્ટીંગની કામગીરી, ગતિ શકિત ઉપર થયેલ એન્ટ્રી સહિતના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.