રાજકોટ પૂર્વ: અંધશ્રદ્ધાને દૂર કરવાના શુભ ઉદ્દેશ સાથે પૂજ્ય મનુબાપુ દ્વારા 750 કિલોમીટરની કઠિન દંડવત યાત્રાનો કરાયો આરંભ
ધાર્મિક આસ્થા અને સામાજિક જાગૃતિના અનોખા સમન્વય સાથે, ગોંડલ તાલુકાના બંધીયા ગામ સ્થિત રામદેવપીર મંદિરથી એક અતિ કઠિન ગણાતી દંડવત યાત્રાનો આરંભ થયો છે. પરમ શિષ્ય પૂજ્ય મનુબાપુ દ્વારા આશરે 750 કિલોમીટરની આ યાત્રાનો મુખ્ય હેતુ લોકોમાં પ્રવર્તતી ધાર્મિક અંધશ્રદ્ધાને દૂર કરી, લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટેનો શુભ ઉપદેશ આપવાનો છે.