ચોટીલા: ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના વેપારીના ઘર પર 4 શખસે હુમલો કર્યો હતો. આ શખસોની પોલીસ અટકાયત કરી રિકન્ટ્રક્શન
ચોટીલા માં રહેતા એજાજ ઉર્ફે ગુડુ ઇલિયાસભાઈ લોલાડીયા ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેમના મકાન પર મકશુદ હમીરકા, ઈદ્રીશ ભોંચા અને અશફાક તેની સાથે અજાણ્યા શખસ આવીને એજાજના પત્નીરુકસાનાબેન ઘર પર હાજર હોય તેઓને અપશબ્દો બોલી એજાજ ઉર્ફે ગુડુને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત એક્ટિવાને નુકસાન કર્યું હતું. આથી ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે 4 શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા મકસુદ હમીરકા, ઈદ્રીશ ભોંચા, અશફાક મુલતાની અને ગોંડલનો એજાજ યુસુફભાઈ લોહિયાની અટક કરી છે