જૂનાગઢ: તાલુકાના પત્રાપસર, રૂપાવટી અને આંબલિયાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેતા ધારાસભ્ય સંજય કોરડીયા
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ આજ રોજ તા. 29ને સોમવારના સવારે 10 કલાકે જૂનાગઢ તાલુકાના પત્રાપસર, રૂપાવટી અને આંબલિયાના ગ્રામ્ય વિસ્તારમાં એક વિશેષ મુલાકાત તથા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને ગામના વિકાસના કાર્યો, સ્થાનિક જરૂરિયાતો અને સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી.