બાવળા: ધોળકા કુમાર - 5 ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ કન્યા શાળા નંબર - 1 ધોળકા ખાતે યોજાયો
આજરોજ તા. 25/11/2025, મંગળવારે સવારે 11 વાગે ધોળકા કુમાર - 5 ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ કન્યા શાળા નંબર - 1 ધોળકા ખાતે યોજાયો હતો. જેમાં કુમાર - 5 ક્લસ્ટરમાં સમાવિષ્ટ 5 સરકારી પ્રાથમિક શાળાઓના 20 વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ નિમિત્તે CRC કો - ઓરડીનેટર લક્ષધિરસિંહ પઢેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.