ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે બુલેટ ટ્રેન ને લઈને એક દિવસીય સેમિનાર યોજાયો
મહાત્મા મંદિર ખાતે બુલેટ ટ્રેનને લઈને સેમિનાર યોજાયો, ગુજરાતમાં HSR સ્ટેશનોની આસપાસ સ્ટેશન વિસ્તાર વિકાસ પર એક સેમિનાર યોજાયો હતો. આ વિઝ્યુલાઇઝેશન સેમિનારનો ઉદ્દેશ્ય સ્ટેશન વિસ્તાર અને સમગ્ર HSR કોરિડોરના વિકાસની સંભાવનાઓને પ્રકાશિત કરવા માટે તમામ સંબંધિત હિસ્સેદારો સાથે પ્રોજેક્ટના મુખ્ય પાસાઓની ચર્ચા કરવાનો હતો. વિકાસના મુખ્ય ક્ષેત્રોમાં શહેરી આયોજન, ઔદ્યોગિક વિકાસ, પર્યટન અને અન્ય સંલગ્ન ક્ષેત્રોનો સમાવેશ થાય છે.