કેશોદ પોલીસ સ્ટેશનમાં એક આરોપીનું કસ્ટોડિયલ ડેથ થતા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબના કોર્ટ વોરંટના આધારે પોલીસ જે આધેડને પકડીને પોલીસ સ્ટેશને લાવી હતી, તે ધનસુખભાઇ જેરામભાઈ હીરપરાની તબિયત અચાનક લથડી હતી. તેમને તાત્કાલિક સ્થાનિક અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મધ્યરાતિ્રએ તેમનું મોત નીપજ્યું હતું.