અડાજણ: સુરતના વરાછામાં રેસ્ટોરન્ટ માલિકની હત્યાનો પ્રયાસ કરનાર ઝડપાયો
Adajan, Surat | Oct 24, 2025 સુરતના વરાછામાં રેસ્ટોરન્ટ પાસે કાર ઉભી રાખતા થયેલી બોલાચાલીની અદાવત રાખીને રબારી દંપતિ અને પુત્રએ રેસ્ટોરન્ટના માલિક પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ બાબતે ચાર મહિના પહેલા ગુનો નોંધાયો હતો. જે આધારે વરાછા પોલીસે વૈભવ રબારીની ધરપકડ કરી છે અને ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આરોપી બે હાથ જોડીને આવ્યો હતો.