ઉધના: સુરતના ઉધના સ્ટેશને ભીડ ઓછી થઈ આવતા અઠવાડિયે ફરી વધશે
Udhna, Surat | Oct 28, 2025 સુરત:દિવાળી અને છઠ પૂજાના તહેવારો પૂર્ણ થતાં હવે સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પરથી મુસાફરોની ભારે ભીડ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. છેલ્લા બે અઠવાડિયાથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોનો જે ભારે ધસારો જોવા મળ્યો હતો, તેના કારણે સ્ટેશનો પર અસામાન્ય ભીડ હતી, પરંતુ હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે.જોકે, રેલવે વહીવટીતંત્રે હાલમાં જ રાહતનો શ્વાસ લીધો નથી. અધિકારીઓએ નવેમ્બર મહિના સુધી ભીડ વ્યવસ્થાપનના વિશેષ પગલાં ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.