અમીરગઢ: ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં વન્યજીવો નો શિકાર કરતા 10 લોકો ઝડપાયા
અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ રેન્જમાં વન્યજીવોનો શિકાર કરવા માટે નીકળેલી 14 શિકારીઓને ટુકડીમાંથી 10 લોકોને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે આજે બુધવારે સવારે 10:00 કલાકે મળેલી વિગતો પ્રમાણે શિકારી ટુકડી દ્વારા એક નીલ ગાયનો શિકાર કર્યો હતો અને અન્ય જીવોનો શિકાર કરે તે પહેલા ફોરેસ્ટની ટીમને 10 લોકોને પાંચ બંદૂકો સાથે ઝડપી લઇ જેલના હવાલે કર્યા છે.