ગોધરા તાલુકાના ચૂંદડી ગામે ખાનગી બસના ચાલકે બાઈકચાલકને અડફેટે લેતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગઢ ગામના પટેલ ફળિયામાં રહેતા બાબુભાઈ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 25 ડિસેમ્બરે બપોરે તેમના પુત્ર મનીષ બાઈક લઈને ગોધરા તરફ જઈ રહ્યો હતો. ચૂંદડી ગામના ક્રોસિંગ પાસે તેણે બાઈક ધીમી કરતાં પાછળથી ઝડપે આવેલી ખાનગી બસે તેને ટક્કર મારી. અકસ્માતમાં મનીષ બાઈક પરથી ફંગોળાઈ ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોત થયું. બસચાલક બસ મૂકી ફરાર થયો હતો. પોલીસે ગુનો ન