ખેરાલુ: સાંઈબાબા મંદિર ખાતે ધારાસભ્ય દ્વારા સ્નેહમિલન યોજાયું
ખેરાલુના કાદરપુર નજીક આવેલા સાંઈબાબા મંદિરે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું જેમાં ખેરાલુ શહેર તાલુકાના ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. સ્નેહમિલનમાં આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લેવાયો હતો. ધારાસભ્યની સાથે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, ખેરેલુ તાલુકા શહેર સંગઠન,ડભાડ જિલ્લા પંચાયત સીટના પદાધિકારો હાજર રહ્યા હતા.