સરથાણા માં ગુજસીટોક ના ગુનાના આરોપીના ગેરકાયદે બાંધકામ પર પોલીસ અને પાલિકા દ્વારા ડિમોલિશન ના હથોડા ઝીંકાયા
Majura, Surat | Nov 3, 2025 સોમવારના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી સોસાયટીમાં પાલિકા અને સરથાણા પોલીસ દ્વારા ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.મનીષ કુકરી ગેંગના સાગરીત અને ગુજસીટોક ના ગુનાના આરોપી મિતેશ ગાબાણી દ્વારા ગેરકાયદે ત્રણ માળનું બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું.જેની કોઈ મંજૂરી પાલિકા પાસે મેળવવામાં આવી નહોતી.જેથી સરથાણા પોલીસ દ્વારા માહિતી એકત્ર કરી પાલિકાની સાથે ડિમોલિશન ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પાલિકાએ વહીવટી ચાર્જ પણ વસૂલ્યો હતો.