હિંમતનગર: જિલ્લા ભાજપ દ્વારા આગામી 11 નવેમ્બરે પ્રદેશ ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાશે:બાઈક રેલી અને જાહેર સભાનું આયોજન કરાયું
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખની તાજેતરમાં નિમણૂંક કરાઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આગામી ૧૧ નવેમ્બરના રોજ જિલ્લા ભાજપ ધ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે શનિવારે કાર્યકર્તાઓ તથા પદાધિકારીઓ માટે સાબરડેરીના હોલમાં માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિમાયેલા જગદિશ વિશ્વકર્માએ કાર્યભાર સંભાળ્યા બાદ સાબરકાંઠા ભાજપ ધ્વારા તા. ૧૧ નવેમ્બરે હિંમતનગરના કાંકણોલ રોડ પર આવેલ એક ખાનગી પાર્ટી પ્લો