ઓલપાડ: વડોલી સર્કલ ખાતે હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી
Olpad, Surat | Sep 23, 2025 વડોલી સર્કલ ખાતે હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાનું અનાવરણ 12 ઓક્ટોબરે કરવામાં આવશે. કીમ જીનથી મહારાણા પ્રતાપની પ્રતિમાને શોભાયાત્રાના સ્વરૂપે વડોલી સર્કલ સુધી લાવવામાં આવી.માર્ગમાં આવતા ક્ષત્રિય ગામોમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. મહિલાઓએ પુષ્પવર્ષા કરીને પ્રતિમાને વધાવી લીધી. આ દરમિયાન વરસાદે પણ આગમન કર્યું હતું. શોભાયાત્રામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ તલવાર અને ફેંટા સાથે ભાગ લીધો હતો.