ખેરાલુ: ખેરાલુ કોંગ્રેસે ખેડુતોને માવઠાના નુકસાન વળતર માટે મામલતદાર કચેરીએ આવેદન આપ્યું
ખેરાલુ શહેર તાલુકા કોંગ્રેસ અને ગામોના સરપંચોએ ભેગા મળી ખેરાલુ તાલુકા અને સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદના પગલે થયેલા ખેડુતોના નુકસાન મામલે આવેદનપત્ર આપી વળતરની માંગણી કરી છે.આવેદન આપતી વખતે કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈએ જણાવ્યું કે યોગ્ય વળતર નહી મળે તો ઉગ્ર આંદોલન કરી રસ્તાઓ જામ કરવામાં આવશે. આવેદનપત્ર આપતી વખતે ખેરાલુ કોંગ્રેસ પ્રમુખ વિજય દેસાઈ સહિત શહેર તાલુકાના કાર્યકરો ખેડુતો હાજર રહ્યા હતા.