બોટાદ: ગોરડકા અને ગઢડાની વચ્ચે આવેલ દુદાપુર બીડમાં સંત શ્રી બાબુ ભારથી બાપુની 12મી પુણ્યતિથિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Botad, Botad | Mar 10, 2025 બોટાદ જિલ્લાના ગોરડકા અને ગઢડા ની વચ્ચે રામ મઢી આશ્રમ ગૌશાળા દુદાપુર બીડમાં ફાગણ સુદ અગિયારસ ને દિવસે આજે પરમ પૂજ્ય સંત શ્રી બાબુભારથી બાપુ ની ૧૨ મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જે આ શુભ પ્રસંગ મહાપ્રસાદ તેમજ સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યું તેમાં ગોરડકા અને આજુબાજુ ગામમાં હજારો હરી ભક્તોએ આજે મહાપ્રસાદ લીધો સેવા કષ્ટભંજન ધૂન મંડળ અને બજરંગ ધૂન મંડળ ગોરડકા અને જય ખંડેશ્વર મહાદેવ મંડળ દ્વારા સેવાનો લાભ દીધો હતો