વઘઈ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઘરઘર સર્વેક્ષણ અને એન્ટી-લાર્વલ કામગીરી હાથ ધરાઈ.
Ahwa, The Dangs | Sep 16, 2025 ડાંગ જિલ્લાનાં વઘઈ ગામમાં સ્થાનિક લોકોના સ્વાસ્થ્યની સુખાકારી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાવડા હેઠળ કાર્યરત આરોગ્ય ટીમે સઘન ઘરઘર સર્વેક્ષણ અને એન્ટી-લાર્વલ કામગીરી હાથ ધરી છે. આ પહેલનો મુખ્ય હેતુ મૌસમી રોગો અને ચેપી રોગોના પ્રસારને અટકાવવા અને ગ્રામીણ કક્ષાએ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવાનો છે.આરોગ્યકર્મચારીઓની ટીમે ગામના દરેક ઘરે જઈને વ્યક્તિગત રીતે ગ્રામજનોના સ્વાસ્થ્યની તપાસ કરી હતી.