અમદાવાદ શહેર: નવા વાડજમાં યુવતીના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ, CCTV
વહેલી સવારે યુવતીના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ. એક યુવતી નવા વાડજ AMTS બસ ડેપોની પાસે આવેલા પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનકથી બાઇકમાં ત્રણ સવારીમાં આવેલા યુવાનોએ યુવતીના હાથમાંથી મોબાઈલ ખેંચી ભાગી ગયા. સમગ્ર ઘટનાના CCTV શનિવારે 3 કલાકે સામે આવ્યા છે.યુવતીએ આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.