ઉધના: સુરતના અઠવામાં માતા અને બે ભાઈઓએ જ મિલકત પચાવવા બોગસ પેઢીનામું બનાવ્યું
Udhna, Surat | Oct 30, 2025 સુરતના અઠવા ગોપીપુરામાં રહેતા વૃદ્ધ પોતાની વડીલોપાર્જિત મિલકત માટે માતા અને ભાઈ સામે કાનુની જંગ માંડતાં ચકચાર મચી ગઈ છે. આ વૃદ્ધે પોતાની માતા સહિત સાક્ષીઓએ કાવતરું રચીને જમીન પચાવી પાડી હોવાનો આરોપ મુક્યો છે. પોતાનું વારસાઇમાંથી નામ રદ કરવા બોગસ પેઢીનામું બનાવી સિટી સર્વેના રેકોર્ડમાં રજૂ કરી અઠવા પોલીસ મથકમાં ફરિયાદ રજૂ કરી છે.