ગઢશીશા પોલીસ મથકે દેવપર ગઢના નાનજીભાઈ રામજીભાઈ રોશિયાએ જાહેર કરેલી વિગતો મુજબ તેમના માતા ખીમઈબેન ગત તા. 21/12થી આજ સવાર સુધી કોઈ પણ સમયે હમલા ગામે આવેલા લધારા તળાવમાં કોઈ અગમ્ય કારણે ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. માહિતી સવારે 10:00 કલાકે છે.